આજરોજ ગુજરાત ગવર્મેન્ટને પાંચ વર્ષ પૂર્ણ થયેથી ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, વિડીયો કોન્ફરન્સ દ્વારા અને મહેસાણા જીલ્લાના ધારસભ્યશ્રીઓ, મહેસાણાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી ,સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખશ્રી,કલેકટરશ્રી તેમજ ડીડીઓશ્રી ,સીડીએચઓશ્રી ,સીડીએમઓશ્રી વગેરે મહેસાણા ટાઉન હોલમાં હાજર રહી તેઓની હાજરીમાં કોરોના વોરીયરર્સ તરીકે જેઓએ દિનરાત મહેનત કરેલ છે, તેઓની સેવાઓને બિરદાવવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવેલ જેમાં નૂતન જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પંકજભાઈ નિમ્બાલકર અને સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ પ્રજાપતિને એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. જે સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને નૂતન મેડીકલ કોલેજ & રીસેર્ચ સેન્ટરમાટે ખુબજ ગૌરવની બાબત છે.






