Welcome Ceremony

નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગરમાં પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો

નૂતન સર્વ વિદ્યાલય કેળવણી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર ખાતે તા. 1-8-2019  ના રોજ પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. આયોજિત કાર્યક્રમમાં કોલેજમાં એડમિશન લીધેલ તમામ વિદ્યાર્થીઓને તિલક કરી, મો મીઠું કરાવી, ગુલાબના ફૂલ થી આવકારવામાં આવ્યા હતા. વાઈટ કોટ સેરેમની નિમિત્તે વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા એપ્રોન પહેરાવી, શપથ લેવડાવી તેમને પ્રથમ વર્ષની કીટ આપવામાં આવેલ હતી. આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય કમિશનર તથા પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી ડો. જયંતિ રવિ (IAS), યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, HNGU ના વાઇસ ચાન્સેલર શ્રી ડો. અનિલ નાયક, કાર્ડિયાક સર્જન શ્રી ડો. અનિલ જૈન, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડો. વી કે શ્રીવાસ્તવ, સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી સી એમ પટેલ, વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળીના ચેરમેન શ્રી પી.સી. પટેલ, નૂતન મેડિકલ કોલેજના ડીન ડો. ભરતભાઈ શાહ, મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડો. મીઠાવાલા સાહેબ તથા તમામ અધ્યાપકો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન અને પ્રિન્સિપાલશ્રીઓ તથા પ્રથમ વર્ષ એમબીબીએસમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે હાજર રહ્યા હતા.